નિયતી
નિયતી


આપે છે જે પણ તું, એનો સહર્ષ સ્વીકાર છતાં,
ન આપ્યુ તે ઘણું, આપી શકે એમ છે છતાં
નથી આપ્યું જે હજુ સુધી તે, ઘણીવાર માંગવા છતાં,
જ્યારે પણ આપશે તું, સ્વીકારીશ બધું હું તે છતાં,
જાણું છું હું, તું પણ મજબુર છે, નિયતિથી નિપુર્ણ મારી,
બાકી, છુપી ક્યાં છે મારાથી, આપવાની રીત તારી.