આઈનો
આઈનો
ફસાવ્યા ફસાવ્યા, બધાંને તમે ;
કરો છો શિકાયત, ખુદાને તમે?
સફરમાં હમેશાં, થઈને સખા,
છળ્યા છે કબૂલો, સદાને તમે!
કમી શું રહી'તી, વદોને જરા;
ભરાયા છો શાને, ગુમાને તમે?
કથાઓ બનાવી, જગતને હવે;
સત જ છે કહેશો, જૂઠાને તમે?
અહીંનું અહીં રે, જશે નૈ કશે;
પલટશો ભલેને, કથાને તમે!