Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

4  

Nayana Charaniya

Abstract Tragedy Inspirational

લાગણીઓનું વહેણ

લાગણીઓનું વહેણ

1 min
188


લાગણીઓની નદીનું વહેણ

ઉંમર વધતી ગઈ તેમ લાગણીઓની નદીનું વહેણ બદલાતું ગયું !


જનમ્યાં બાદ બધો જ સ્નેહ માને વરસી ગયો..

જ્યાં ઉંમર વધતી ગઈ લાગણીઓનું વહેણ બદલાતું ગયું ! 


થોડા મોટા થયા શું કે મિત્રોમાં મોજ પડી અને લાગણીઓનું વહેણ બદલાતું ગયું !

સમજ પડી પ્રેમની હૂંફની ત્યાં થયા હાથ કંકુના અને પ્રેમનું ઝરણું ત્યાં જ સૂકાઈ ગયું ! 


પતિ પરમેશ્વર ને પરિવારમાં જ સ્નેહની નદીઓ વહાવી 

માતા બનતા ફરી લાગણીઓનું વહેણ બદલાતું ગયું ! 


આતો અમસ્તો જ વિચાર કે લાગણીઓની નદીનું વહેણ બદલાતું ગયું પણ લાગણીનું ઝરણું જ મારામાંથી વહેતું ગયું ! 


ક્યાંક વહાવી ગયા મારા હર્ષના આસું તો ક્યાંક દર્દના ! 

ને ક્યાંય લાગણીઓ વ્યક્ત ન થઈ શકી છતાંય વહેતી રહી આ સ્નેહની સરવાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract