સંપની માયા
સંપની માયા
કલમ કહે છે શાહી મારી છે
ભાષાનું તો બસ એક નામ છે,
ભાષા કહે છે શબ્દો મારા છે
ત્યારે તો એનું લખાણ છે,
મગજ કહે છે વિચાર મારા છે
તમને તો અમસ્તું જ અભિમાન છે,
ત્યારે મન કહે છે મારું મારું શું કરો છો મનવા,
આ તો સંપની માયા છે અને એનું જ આ સન્માન છે !
