આવું કંઈક ય થાય ?
આવું કંઈક ય થાય ?
કોઈએ વિચાર્યુ'તું કોઈ દિ કે આવુ કંઈક ય થાય ?
માણસ માણસ ના મળવાથી વિનાશ સર્જાઈ જાય,
કોઈને મદદ કરવાના વિચારો તો આવે,
પણ એક ઊંડા શ્વાસ પછી એ વિચારો ય રોકાઈ જાય,
જીવનમાં દયા-ભાવના ના પાઠ તો ઘણા શીખ્યા,
પણ એ દયા પણ એક બેદરકારીમાં ફેરવાઈ જાય,
કોઈને સાંત્વના દેવા હાથ તો આગળ વધે,
પણ આગળ વધતાની સાથે જ એ રોકાઈ જાય,
કોઈને હુંફાળો પ્રેમ આપી સાથ દેવાનું તો ઘણું શીખ્યા,
પણ કોઈ માણસને હૂંફ આપવા અડવાથી મહામારી સર્જાય જાય,
કોઈએ વિચાર્યુ'તું કોઈ દિ કે આવું કંઈક ય થાય ?
માણસ માણસ ના મળવાથી વિનાશ સર્જાઈ જાય.
