મારા બાપુની પાઘડી
મારા બાપુની પાઘડી
ના ઝૂકી છે ના ઝૂકવા દેશું,
ના ભૂલ્યા છે ના ભૂલવા દેશું,
મારા બાપુની પાઘડી,
હર પળ નજરમાં રાખશું,
જે પણ કદમ ઉઠાવશું,
મારા બાપુની પાઘડી,
ભણશું ગણશું કંઈક બનશું,
દુનિયા સાથે આગળ વધશું,
જીવન જીવવાની રીત કેળવશું,
શીર ઊઠાવી દુનિયામાં ફરશું,
પણ જ્યારે પાઘડીની વાત આવે, લડી લેશું અને લડાવી પણ લેશું,
સંબંધ અને સંસ્કારની વાત આવે, એટલે નિભાવી લેશું,
માન અને સન્માનની વાત આવે, તો આપી દેશું,
અને જરૂર પડે ત્યાં મેળવી પણ લેશું,
પણ ના ભૂલ્યા છે ના ભૂલવા દેશું,
ક્ષત્રિયના ગુણ ના છૂટવા દેશું,
ના ઝૂકી છે ના ઝૂકવા દેશું,
ના ભૂલ્યા છે ના ભૂલવા દેશું,
મારા બાપુની પાઘડી !
