STORYMIRROR

H khachar

Romance Others

3  

H khachar

Romance Others

પ્રેમનું સન્માન

પ્રેમનું સન્માન

1 min
178

જિંદગીમાં આપની, શું અમારું સ્થાન છે ? 

આજ પૂછયું જે તમે, એ ય કયાં આસાન છે,


હું હસી બોલી ગઈ, તોય એ અંજાન છે, 

 મેં કહ્યું કે સાંભળો, આપને શું કાન છે !


સહેજ પણ હું બોલતી, ત્યાં જ એ હેરાન છે, 

જે વહી સાગર ભળે, એ નદીનું માન છે !


આપ માટે શું કહું ? કેટલા અરમાન છે !

આપ વિના જિંદગી, કેટલી વિરાન છે ?


આપ માંગો જાન તો, મોત આવે શાન છે, 

દિલ સોંપ્યું આપને, પ્રેમનું સન્માન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance