ઝાલર ટાણા
ઝાલર ટાણા
1 min
157
ઈ મારું ગામડું ને ઈ ન્યાના ઝાલર ટાણા,
ખેતરથી સૌ આવતા ને હાથમાં ખાલી ભાણા,
પંખીનો કલરવ મીઠો ને મીઠા ન્યાના માણા,
ડોહલીયા ચોરે બેસી વાતુ કરતા ઈ ટાણા,
અલક મલકના ઈ માનવી જોને લાગણીએ બંધાણા,
રળિયામણું ઈ દ્રશ્ય જાણે ખુદ ક્રિષ્ન આવી પથરાણા !
