મોરલી
મોરલી
1 min
256
કા'ન તારી મોરલીમાં મોહી ગઈ
સુધબુધ મારી હું તો આજે ભૂલી ગઈ
કા'ન તારી મોરલીમાં મોહી ગઈ
ડગલે પગલે યાદ તારી આવે મને
યાદમાં વળખાઈ ને હું રહી ગઈ
કા'ન તારી મોરલીમાં મોહી ગઈ,
આંખના પલકારે તું દેખાય મને
આંખ મારી આંસુ ભીની થઈ ગઈ
કા'ન તારી મોરલીમાં મોહી ગઈ,
હૈયાના ધબકારે તું સંભળાય મને
સુણી એ ધબકાર હું હરખાય ગઈ
કા'ન તારી મોરલીમાં મોહી ગઈ.
