પ્રભુદર્શન
પ્રભુદર્શન
1 min
409
છૂટી માયા અને છૂટ્યો છે મોહ,
છૂટશે હવે જગના સર્વ બંધન,
જમાનો છે સત્તા અને વૈભવનો,
કરે સૌ નિજ સંપત્તિનું પ્રદર્શન,
જીવનસંધ્યાએ ઢંઢોળી ખુદને,
વીતી જિંદગીનું કરીએ મંથન,
અર્થ શોધતા જિંદગી તણો ને,
થાક્યા પછી શરૂ કર્યું આત્મચિંતન,
અહેસાસ ઈશ કેરો જો થઈ ગયો,
તો જડ ચેતન સૌમાં થશે પ્રભુદર્શન.