કૃષ્ણ કેવા હશે
કૃષ્ણ કેવા હશે
જેનાથી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય, એ કેવી સેવા હશે !
જેનાથી માધવનું મોં મીઠું થાય, કેવા એ મેવા હશે !
બાળક જો જન્મે, ગણે ભાગ્યશાળી માવતર પોતાને
જેના ઘરે કૃષ્ણ જન્મે, એ મા-બાપનાં ભાગ્ય કેવાં હશે !
મિત્ર પાસે મોટર હોય તો આપણે ફુલાઈને ફરીયે
દ્વારકાધીશ જેના મિત્ર હોય, એ સુદામા કેવા હશે !
હવામાં સુગંધ ભળે તો, હવામાન સુગંધીત થઈ જાય
જેમાં વાંસળીના સૂર ભળ્યા હોય, કેવી એ હવા હશે !
દુશ્મન બનીને જન્મ લો, તો પણ તારી દે તારણહાર
તરી જનાર કેટલાંય માસી પૂતના ને મામા જેવા હશે !
જ્ઞાન ગીતાજીનું સાંભળી ને ધન્ય થઈ જવાતું હોય તો,
કર્મનો અધ્યાય કૃષ્ણ મુખે સાંભળે એના કર્મ કેવાં હશે !