STORYMIRROR

Harish Thanki

Abstract Inspirational

4  

Harish Thanki

Abstract Inspirational

વતન

વતન

1 min
343

જ્યાં અવતર્યું મારું તન

એ જ મારું પ્યારું વતન,

જન્મથી લઈ આજ સુધી

જ્યાં છે થયું મારું જતન,


રૂડી રૂડી મજાની હરિયાળી

રૂડા એ ત્યાંનાં વન ઉપવન,

રૂડું રૂપાળું એ ગામડું મારું

મોહે એ સર્વ જનનું મન,


છે યાદો ત્યાંની આહ્લાદક

ખૂબ સાદુ ને સરળ જીવન,

ભોળા અને નિશ્ચલ માનવી

વસ્ત્રો મેલાં તોય પવિત્ર મન,


પાદર કૂવે પાણી ભરવા ચાલે

નારીઓનાં થાય ઝાંઝર છન છન,

વાંસળી વગાડતો ગોવાળ જોયો

સૂરોમાં એના થાય મગન મન,


વાત મારા ગામની છે બહુ ન્યારી

ન્યાંરું છે ભાઈ ત્યાંનું જનજીવન

ગામ નાનું પણ, વિશાળ દિલ મારું.

વિશાળ મારો દેશ એ જ ખરું વતન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract