પ્રિયતમા
પ્રિયતમા
અદ્ભૂત એનું રૂપ છે, ઊગતી સવારની ધૂપ છે,
સંગેમરમરનું સ્વરૂપ છે, એના પર મને માન છે,
સંવેદનશીલ એ જીવ છે, આ આદમની ઈવ છે,
મારા જીવનની નીવ છે, એના પર દિલ કુરબાન છે,
ઝાંઝરનો ઝણકાર છે, વાણીમાં રણકાર છે,
નયનમાં ચમત્કાર છે, એ જ મારું ગુમાન છે,
હાથમાં એનો હાથ છે, જીવનમાં એનો સાથ છે,
સોનેરી સંગાથ છે, બસ એનું જ અભિમાન છે,
ફૂલોનો એમાં રંગ છે, વળી કોમળ એના અંગ છે,
શરીર ત્રીભંગ છે, જાણે નિસર્ગનું એ દાન છે !
મારી પ્રિયતમાની આન છે, એ જ મારી શાન છે,
તેની સફેદ થયેલી લટમાં, હજુ એ બાકી જાન છે,