STORYMIRROR

Harish Thanki

Abstract Others

4  

Harish Thanki

Abstract Others

આવન જાવન

આવન જાવન

1 min
362

આવે છે એક વર્ષ નવું ને એક ચાલ્યું જાય છે,

અનુભવમાં ઉમેરાયને જિંદગીમાંથી ઘટી જાય છે,


કેટકેટલુંય પામ્યા તો પાછું કેટકેટલુંય ખોયું,

સૂર સામ્રાજ્ઞિની યાદમાં આજ દિલ ભારે થાય છે,


ધરતીના તારલાઓએ આકાશની આભા વધારી,

તો કંઈક નવા તારલાઓ પ્રકાશ પાથરી જાય છે,


ખાટી મીઠી યાદો બધાંની સરખી કેમ હોઈ શકે !

કોઈ થાય છે ખુશ ને કોઈ નિરાશ જણાય છે,


આવનારું વર્ષ પ્રભુ સૌ કોઈ ને સુખદાયી નીવડે,

આશિષ એવા માગતાં મન ખૂબ હરખાય છે,


સૌને શુભેચ્છાઓ, આવનારા નવલા દિવસોની,

જનારું પણ મન પર કેવી છાપ છોડી જાય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract