Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harish Thanki

Inspirational

4.5  

Harish Thanki

Inspirational

ભુલાઈ ગઈ

ભુલાઈ ગઈ

1 min
313


નવાઈની વાત છે કે તને એ વાત ભૂલાઇ ગઈ,

જેમાંથી ઉગી'તી જિંદગી એ મુલાકાત ભુલાઈ ગઈ,


તારે ઓરડે જે ઉજાસ છે એની વાત ન્યારી છે,

મારે ઓરડે તો જાણે દીવાઓને રાત ભુલાઈ ગઈ,


તારી એશ્વર્યમાં આળોટવાની ટેવ ગજબ છે બાકી !

મારા દીધેલ ફુલડાંઓની સોગાત ભુલાઈ ગઈ ?


તારા વિરહમાં હૃદય જોને રંગવિહીન થઈ ગયું !

આપણે સજાવેલા શમણાંઓની ભાત ભુલાઈ ગઈ,


તારો દરજ્જો તેં કેટલો ઊંચો કરી લીધો !

ને મને તો મારી પોતાની ઓકાત ભુલાઈ ગઈ,


મારા થવાની તારી લડાઈ તો ખરેખર ગજબની હતી,

આપી હતી બધા દુશ્મનોને માત, ભુલાઈ ગઈ ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational