STORYMIRROR

Harish Thanki

Classics Inspirational

4  

Harish Thanki

Classics Inspirational

શહીદ

શહીદ

1 min
368

થયા શહીદ જે દેશની ખાતર એમને સો સો સલામ છે,

એ બધા કંઈક ખાસ હતા આપણે તો આદમી આમ છે.


જુવાની પોતાની તેઓએ દેશ માટે કુરબાન કરી,

હજુએ કરે યાદ દેશવાસી એવા એના કામ છે.


કરી જેણે માત્ર દેશ સેવા ન કોઈ અંગત સ્વાર્થ,

ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા નામ છે.


કોઈ ચડ્યા ફાંસીને માંચડે ને કોઈ રીબાયા જેલમાં,

લાલ બાલ ને પાલ, બીજા એક બોઝ ખુદીરામ છે.


ખુદની માને રડતી છોડી ભારતી માની સેવા કાજે,

જીવન અને જીવ દેશને માટે અર્પી દીધા તમામ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics