STORYMIRROR

Harish Thanki

Abstract Inspirational

3  

Harish Thanki

Abstract Inspirational

ખેડૂતની કથા

ખેડૂતની કથા

1 min
127

ખેડૂતની તો હંમેશા, કથા અલગ હોય છે,

ધરતીપુત્રની હંમેશા, વ્યથા અલગ હોય છે,


ટાઢ, તડકો વહોરીને હંમેશા સપનાં ખીલવે,

પ્રકૃતિના રોષ સામે બાથમ્બથા અલગ હોય છે,


વાવણી ને કાપણી એવા જ એના ઉત્સવો,

એને આમ ક્યાં રજાઓના જથ્થા હોય છે,


કામ, કામ ને કામ કરે તો જ રોટલો મળે,

એને ક્યાં હક્ક રજાઓ અને ભથ્થાં હોય છે,


બગલાની પાંખ જેવું રૂ એના ખેતરમાં ઊગે,

તોય પોતાના આવરણ જાણે ચુથ્થા હોય છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract