STORYMIRROR

Harish Thanki

Romance

4  

Harish Thanki

Romance

યાદ ઝરૂખો

યાદ ઝરૂખો

1 min
341

પ્રેમ ઝરુખે વાટ નિરખતી, આંખો બે હેતાળી ઝરતી,

આભની આંખમાં પાણી આવ્યાં નિરખે એને શુષ્ક ધરતી.


દર્દ વિરહનું કોઈ ન જાણે, જાણે એ જેનું હૃદય ઝરતું,

છબી પ્રિયેની આભામંડળમાં ચારે બાજુ હરતી ફરતી.


યાદ મિલનની, ભાવ સ્નેહના, ઘડી પાછી એ સાંજની,

દિલથી ઉપડે ને આંખે આવે લાગણીઓ કેવી રમત કરતી !


પોતાનાને છોડી પોતે, પોતાના કરવા ચાલ્યું પારકાને,

જીવ માંથી જીવ કાઢીને જાનને જાન વિદાય કરતી.


મહેલ થયો ખાલી ખાલી આંગણે એકલી સાંજ રમતી,

જીવ ઝરુખે ડોકાં કાઢે, એને વેળા મોતની કાં છેતરતી ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance