દીકરી
દીકરી


દીકરી વહેવાર છે, દીકરી તહેવાર છે,
એટલે બે પક્ષનો એના પર અધિકાર છે,
દીકરી ભણતર છે, દીકરી ગણતર છે,
પરિવારની મેડીના પાયાનું ચણતર છે,
દીકરી માન છે ને દીકરી અભિમાન છે,
હોય જેને દીકરી એ મા બાપ મહાન છે,
દીકરી શૃંગાર છે, દીકરી અલંકાર છે
દીકરી વગર જીવનમાં કંઈક ભેંકાર છે,
દીકરી મધુરતા છે, દીકરી શીતળતા છે,
આંગણું જે તરસે એ દીકરીની ચંચળતા છે,
દીકરી પોતે તરસે છે તો પણ વરસે છે,
માવતરનું નામ સાંભળે ને એનું હૈયુ હર્ષે છે,
દીકરી ઘણું ખમે છે, દીકરી સૌને નમે છે,
તો પણ બધાંને દીકરા કરતાં દીકરી વધુ ગમે છે ?
ક્યારેક મન રૂંધાય છે ને હૈયુ પણ વીંધાય છે,
કોઈ વૃદ્ધાશ્રમમાં ને કોઈની દીકરી પર આંગળી ચીંધાય છે.