STORYMIRROR

Harish Thanki

Abstract Inspirational

3  

Harish Thanki

Abstract Inspirational

જીવન

જીવન

1 min
127

જીવનરૂપી પતંગ છે ને ભાગ્યરૂપી દોર છે,

અડચણરૂપી પવનનું આકાશમાં બહુ જોર છે,


પતંગ મારો ચગ્યો છે, સફળતાના આકાશમાં,

અદેખા ને કાપવાવાળા, દેખાય ચારેકોર છે,


હવા બદલાય તો ક્યારેક ડગમગ થયા કરે,

ક્યારેક અહીં ઓર વાય તો ક્યારેક વાય ભોર છે,


ચામાચીડિયું જોકર અને પંખીઓના રૂપમાં,

થઈ રહ્યો ગગનમાં અનોખો શોરબકોર છે,


મનના અસ્થિર પતંગને બાંધ્યું ધીરજનું પૂંછડું,

પછી ઉપરવાળાના હાથમાં સોંપી દીધી દોર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract