STORYMIRROR

Sapana Vijapura

Romance Inspirational

4  

Sapana Vijapura

Romance Inspirational

એક તું

એક તું

1 min
27.3K


દિલના હજારો રંગ છે, એક તું,

ગમ પણ હજારો, સંગ છે એક તું.

તો તું અને હું ક્યાંથી રહેશે સંગમાં;

જ્યાં જીતનારો જંગ છે એક તું.

તરસે છે મારા પ્રેમને આ જગત,

પણ પ્રેમમાં બસ તંગ છે એક તું.

વિશ્વાસ છે મળશે એક તું;

દુનિયા જલે પણ દંગ છે એક તું.

છે હાથ ખાલી, ના કો’ શ્રુંગાર છે,

દિલમા જડેલો નંગ છે એક તું.

ભૂલું તને શાને હ્રદયથી કહે?

દિલ સામે મારી જંગ છે એક તું.

આખું જગત છો એક બાજું રહે,

મુજ જિંદગીમાં સંગ છે, એક તું.

સપના બની છે મેનકા આજ તો,

સમજી લે કે તપભંગ છે એક તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance