જગતમાં
જગતમાં
કમાણી બધી ખોઈ નાંખી જગતમાં,
હથેળી જળે ધોઈ નાંખી જગતમાં,
બગાડી જ બાજી વળી ચાલ ચાલી,
ફકીરી વને બોઈ નાંખી જગતમાં,
ઉગાડી નથી આશ વનરા વનોમાં,
બગીચે બધી રોઈ નાંખી જગતમાં,
સૂવાડી જવા રાત શમણાં બતાવે,
મરણની જફા ભાઈ નાંખી જગતમાં,
અકારણ ખરી વાત બોલી જુઓતો,
દરદથી ભરી લાઈ નાંખી જગતમાં.
