એક અભિયાન
એક અભિયાન
સાંભળ્યો શબ્દ બાળમજૂરી,
મનઃચક્ષુએ દ્રશ્યો ઉઠ્યાં તરવરી,
પ્રભાતે છાપાં નાખતો એ ટેણી,
ચ્હાની લારીએ કટિંગ આપતો છોટુ,
ચાર રસ્તે ગાડી લૂછતાં એ બાળ,
વસ્તુઓ ને સ્ટેશનરી વેચતાં એ હાથ,
શાકભાજીની લારીએ વજન કરતી મીઠી,
બંગલામાં કામ કરતાં બાળ ઘરઘરાટી,
મંદિરની બહાર બેઠેલ અપંગ ભીખારી,
મા-બાપની અવેજીમાં બનતાં ઘરનાં મોભી,
કરાવે છે એને વેઠ પેટનો ખાડો,
આ દુનિયા છે એના માટે અખાડો,
એ કોમળ હાથ અને બાળમાનસે,
સજાવ્યાં હશે કોઈક શમણાં જીવને,
ઝંખ્યું હશે એણે પણ બાળપણને,
ભણતર સાથે સારા જીવન ઘડતરને,
ચાલો સંગાથે કરીએ એક અભિયાન,
બાળમજૂરીનું ના રહે નામનિશાન.
