વાલમની વાટ
વાલમની વાટ


વેરી ઊગ્યો આ આભલે પુનમનો સાંદલીયો,
ને, ઓઢણીમાં ઊગે પાસુ કાંય ઘેરદાર, ઘેરદાર...
ખબર સે એને કે મારો વરણાગીયો નથ્ય દેશ,
ને, પાસુ પંડ્યે ભેળાય કાંય ધારદાર, ધારદાર...
મુવા, કોને કેવા અડધી રાત્યુંના ઝાગરણ,
ને, દલડે વિંસીડા ફરે કાંય ઝોરદાર, ઝોરદાર...
મેલી દઉ હમણા માલીપા આ હંધોય નેહડો,
ને, આ ઝોવનાઈ માને કાંય માલદાર, માલદાર...
આવશે એવા હોણલા તો દિ આખો ઝોંઉ,
ને, દાંત્ય કાઢે સાટલો કાંય નામદાર, નામદાર...
મારા વેરી આ મોરલાને કાઢો ગોખલેથી હવે,
ને, ક્યો અહાઢી ગહેકે કાંય વળદાર, વળદાર...
'નિત' આ દા'ડા તો વયા ઝાહે કોરા ને કોરા,
ને, હવે હાવણે નવડાવ કાંય મેઘદાર મેઘદાર...