STORYMIRROR

puneet sarkhedi

Abstract

3  

puneet sarkhedi

Abstract

ભળી તો જુઓ

ભળી તો જુઓ

1 min
152

જરા નગરમાં ભળી તો જુઓ,

અતીતને પણ મળી તો જુઓ...


ગલી, અગાસી ને એક ફળિયું,

કદી ઝરૂખો રળી તો જુઓ...


સમયના થર પર હજી જો, થર છે,

ને, એક પછી એક દળી તો જુઓ...


જે ખુલતી ઘર તરફ થઈ બારી,

જરાક પાછી ચળી તો જુઓ...


હતા કમાડો એ ઘરના જુના,

લો, સાદ આપી કળી તો જુઓ...


થયા છે ભેગા, જે યાદ રાખી,

સ્મરણના ટોળા છળી તો જુઓ...


મરણના રાખે શરમ રતી ભર,

સરગ જવાં લો, બળી તો જુઓ...


છે લાજથી ખોરડા સલામત,

વતન તરફ પણ વળી તો જુઓ...


મહેક લઈ 'નિત'નુંં મધુવન,

સવાર સાથે લળી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract