શહાદત કરી લીધી
શહાદત કરી લીધી

1 min

123
વળાવી વફાને અમે, શહાદત કરી લીધી,
બનાવીને ખુદાં, અમે ઈબાદત કરી લીધી,
ખબર નથી રબ, ઈશ્કનાં જમા ઉધારની,
કબૂલ દુઆઓ એ, જમાનત કરી લીધી,
બંદગીની રાહ સુલભ હોય, જન્નત માટે,
પાક નમસ્કારો માટે, જહેમત કરી લીધી,
તસવીરો બદલાતી રહે, શામ-ઓ-શહર,
નઝરથી દિદાર-એ-યારે, હરકત કરી લીધી,
શીખવાનો બાકી છે ઈલાજ, દર્દ-એ-દિલનો,
કોઈ ઈલ્મીની પ્રાર્થનાએ, રહેમત કરી લીધી,
ઈશ્કની ઈબાદત થાય શામ-એ-મહેફીલમાં,
કસર રાખીને ખુદાએ, કરામત કરી લીધી,
'નિત' દૈર-ઓ-હરમમાં, સુકુન શોધવું પડે છે,
મયખાનાની બંદગીથી, શરાફત કરી લીધી.