STORYMIRROR

puneet sarkhedi

Inspirational Others

4.3  

puneet sarkhedi

Inspirational Others

સમય હોતો નથી

સમય હોતો નથી

1 min
307


યાદ કરવાનો સમય હોતો નથી,

લાગણીનો એ વિષય હોતો નથી.


દામ પર જો શ્વાસ મળતા હોત તો ?

ત્યાં કદી ઈશનો ઉદય હોતો નથી.


જિંદગીને મોત સરખા લાગશે,

ભીડનો માણસને ભય હોતો નથી.


માવજત તો એટલી રાખી હશે,

એ છતા માણસ અજય હોતો નથી.


રાત વરસી ગઈ ખરા કારણ વગર,

પણ સપનમાં એ વિજય હોતો નથી.


કોણ જાણે કુદરતને શું થયું ?

માંદગીનોં હલ અભય હોતો નથી.


સાથ તારો કેમ આજીવન હશે ?

પ્રેમ વગર ઉભયમાં લય હોતો નથી.


એક પરખ તો થાય છે આ શ્વાસનીં,

મોતનાં દિવસનો ક્ષય હોતો નથી.


છે ટકાવી રાખવાનોં આ સમય,

'નિત' જીવનમાં તો જય હોતો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational