નજર
નજર
1 min
222
પણ જરા પાછું વળીને થઈ નજર,
થઈ ફરી પાછી નગરમાં આ સફર...
આંખનાં પનઘટ તો ઉલેચી ગયાં,
એ અશ્રુ છે કે હતા જળ શી ખબર...
આંખ વાહક છે દરદની જો સદા,
દિલ થશે બિમાર તો, ત્યાં છે કદર...?
જાણ છે અમને, ગમે છે આ ગઝલ,
ગાલ પર ફૂટી રહી છે એક ટશર...
આયના સામે ઘડી ઊભાં રહો,
સાદગી પણ શોભશે કંચન વગર...
ઝેર માટે તો બહુ અફવા હતી,
પણ નજીવા દામ પર છે આ નગર...
'નિત' ચોકી પાંપણોની ક્યાં થશે,
એ ચહેરો તો સ્મરણ પર છે સદર.