જગાડે ભાગ્ય
જગાડે ભાગ્ય
1 min
373
જાદુગર આ દુનિયાનો એક, પકવાન પકાવે કૈં કેટલું,
માંડીને ચૂલે મોટો ઘડો, રાંધે સૌને જોઈએ એટલું,
કીડીને કણ ને હાથીને મણ, દેતો સૌને ઉઘાડી માટલું,
જાદૂની છડી એકવાર ઘૂમાવી, ખોલે સૌનાં કર્મનું પોટલું,
પળભરમાં પીરસી દે ભોજન, યા પળમાં ભાજન હો ફૂટેલું!
જેવા કર્મ એવું ફળ! આપે, ભાવે ભીંજવે હૃદય તૂટેલું,
જાદુગરનું કામ અનોખું, એકલ હાથે કરે કેટલું!
રંગમંચ ! પર ધર્યાં રમકડાં, રમે રમકડું એ કહે એટલું,
જાદુની એ છડી ઘૂમી તો, ધનુષથી જાણે તિર! છૂટેલું,
ના કોઈ જાદુ પાછું વળતું, બસ એ જગાડે ભાગ્ય! સુતેલું,