STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

4  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational Others

વ્હાલા પપ્પા

વ્હાલા પપ્પા

1 min
356

વર્ષોના વર્ષો વીતી ગયા પપ્પા

બસ તમારા ન હોવાની ફરિયાદ છે,


યાદોનો સથવારો લઈ દિવસ તો વીતે છે, 

પણ બેટા કહી માથા પર હાથ ફેરવનાર 

પપ્પાની ખોટ વર્તાય છે,


ઝાંખી ઝાંખી સ્મૃતિની વાદળી બંધાઈ જાય છે,

ને યાદોના તોફાન સાથે આંખોમાંથી અશ્રુધારા વહી જાય છે,


કયારેક તો પાછા આવી જાવને પપ્પા

ઘણી બધી વાતો કરવી છે મારે,


શબ્દો ખૂટી પડે તો મન ભરીને રડવું છે મારે

મનમાં ને મનમાં મૂંઝાતી જાઉં છું

પપ્પા મને તમારી યાદ બહુ આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract