STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Abstract Fantasy

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Fantasy

કિસ્મતની રમત

કિસ્મતની રમત

1 min
177

આજકાલ જિંદગી ટૂંકી ને સપનાઓ લાંબા થઈ ગયા છે,

હાથમાં રેતી સરકતી થાય છે ને ચાંદ ઉપર ચમકતો રહે છે,


આંખોમાં શમણાંની સવાર ખીલે છે, 

ત્યાં તો ટપક દઈને સાંજ ઢળી પડે છે,


નોકરીથી થાક્યા પાક્યા ઘરે આવીને છીએ,

ત્યાં તો બીજી જવાબદારી સામે આવી સ્વાગત કરે છે,


શું કહું આ જિંદગી વિશે યાર ?

કિસ્મત ચમકાવવા જાઓ,

ત્યારે હાથની હસ્તરેખાઓ ઠેંગો બતાવી જાય છે,


ગુસ્સાથી થઈ જાઉં છું હું લાલ પીળો,

ત્યારે પવનની લહેરખી આવીને શાંત કરી જાય છે,


બસ આમ જ જિંદગી પૂરી થઈ જાય છે,

સપનાંઓ હવામાં ગુમ થઈ જાય છે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract