હું ને મારું એકાંત
હું ને મારું એકાંત
જ્યાં નજર મારી ફરી ત્યાં મારા એકાંત સિવાય બીજું કોઈ ન જતું. મારી જીંદગીમાં કહેવા માટે મારા પોતાના પણ મને સમજી શકે મારી સાથે સમય કરી શકે એવું કોઈ ન હતું. બારી બહાર જોઉં જયારે ત્યારે દૂર આકાશે એકલો ઊભેલો સૂરજને નિહાળું મનમાં હસીને કહું તારું ભાગ્ય પણ મારા જેવું જ છે. ના કોઈ ચાહવાવાળુ કે ના કોઈ વાત કરવાવાળુ. કેટલું અજીબ લખ્યું છે આપણા ભાગ્યમાં વિધાતાએ.
કયારેક પાસે હોવા છતાં પણ દૂર લાગે છે. આદત પડી ગઈ છે એકલા રહેવાની પણ ક્યારેક એકાંત વિચારોનાં ચક્રમાં દુઃખ દર્દ દઈ જાય છે. ક્યારેક વિચાર આવે છે કે બધો કદાચ ભાગ્ય જ દોષી ના હોય કર્મ ના હિસાબે આ ફળ મળ્યું હોય એમ પણ બંને ને પછી વિચારી જયારે થાકી જવું એટલે બધું જ છોડી દઉં ઉપર બેઠાલા ભગવાન પર જે હશે તે કોઈ નહિ તો કંઈ નહીં તું તો બધાનાં ભીતર રહે છે ને. એવું કહી ખુદને આશ્વાસન આપી દઉં છું.
કયારેક છલકાય જાય આંખ તો હું હાથમાં કલમ લઈ મારી દુનિયામાં ખોવાઈ જાવ છું. કોઈ શિકાયત નથી કરતી કોઈને મને લોકોને સંભાળવું ગમે છે મારા હોઠને ક્યારના પૂર્ણવિરામ ના તાળાં લગાવી દીધા. સ્વાર્થી દુનિયા ને સ્વાર્થી લોકોથી ઘણી દૂર રહું છું હું. પાસે હોવા છતાં ખુદમાં જ મસ્ત રહું છું. કોઈ જિદ્દી કહે છે પણ જે લોકો બીજાની નિંદા ને મશ્કરી કરવા ઊંચા નથી આવતા એમના બોલીયા ઉપર શું ધ્યાન દેવાનું. ફાવે તો બેસવાનું નહી તો પોતાના કામે લાગી જવાનું.
માણવા માટે આ પ્રકૃતિ છે ચાહવા માટે આ ચાંદ - સૂરજ છે, વાત માણવા માટે આ વહેતી પવનની હેડકી છે ભગવાને વગર સ્વાર્થે મળે તેવા હમસફર બનાવ્યાં છે. જ્યારે મન થાય કે કોઈની પ્રશંસા કરવી છે ત્યારે દર્પણ સામે જઈ દિલ ખોલીને પોતાની જ તારીફ કરો. રોજ સવારે તૈયાર થઈ દર્પણમાં સ્મિત સાથે ખુદને નિહાળીને પ્રેમ સાથે ખુદને I love you કહો.
પોતાની જાતને કહો હું તને ચાહું છું ને જીવવાની શરૂઆત કરો.
જીંદગી જીવવા માટે સહેલી લાગશે થોડી ને આમેય આપણને સરળ જીંદગી ક્યાં ગમે છે. મસાલા વિનાના શાકભાજી પણ નથી ભાવતાં બધામાં ટેસ્ટ જોઈએ છે પછી એ શાકભાજી હોય કે પછી જીંદગી.
જીંદગી માનો તો અધરી ને ન માનો તો સહેલી છે. જીવવાની રીત નથી આવડતી બસ એટલે અટપટી ને અધરી લાગે છે. ભાગ્યમાં જે છે તે થઈને જ રહેશે તો પછી હસીને તેનું સ્વાગત કરો. હા ક્યારેક મન ભરાઈ પણ આવ ત્યારે હાથ ફેલાવી જોર જોરથી રડી લેવું પણ બધા સામે કહેતું નહિ ફરવાનું પોતાનું દુઃખ. શું ખબર આપણું દુઃખ સાંભળી એ મનોમન હસતું હોય એના કરતાં મોટેભાગે ચૂપ જ રહેવામાં મજા છે......
