STORYMIRROR

Pravina Avinash

Tragedy Classics Inspirational

3  

Pravina Avinash

Tragedy Classics Inspirational

આવે છે આજે યાદ

આવે છે આજે યાદ

1 min
27.3K


અનજાણ હતા બંને પામ્યા જીવનભરનો સાથ,

બાહોંમા સમાવી આલિંગી આવે છે આજે યાદ.

 

માનો યા ન માનો જિંદગી હાથતાળી દઈ ગઈ,

વિતેલા વર્ષો પ્યાર ભર્યા આવે છે આજે યાદ.

ફોનની ઘંટડી વાગતા દોડતી'તી ભાન ભૂલી,

પ્રેમાળ અવાજનો અંદાઝ આવે છે આજે યાદ.

કેમ, ક્યારે, આપણને અનહદ થઈ ગયો હતો,

પહેલા પ્રણયની સોડમ આવે છે આજે યાદ.

આપણે મળ્યા હતા પાગલ થયાતા બેસુમાર,

પરસ્પર પ્રેમમાં ભીંજાયાં આવે છે આજે યાદ.

ગઈકાલે હતાં આજે રિસાઈ તમે કેમ ગયાં?

એ પ્યાર ભર્યા વર્ષોની આવે છે આજે યાદ.

ફુલવાડી સિંચિત થઈ બગિયાનો માળી ગાયબ!

બાળકોથી મઘમઘતા બાગમાં આવે છે આજે યાદ.

જીવન પૂરતો ભલે સાથી તારો સાથ છૂટ્યો,

વિતેલ વર્ષોનો અહેસાસ આવે છે આજે યાદ.

 

તમારી યાદમા--------------------


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy