STORYMIRROR

Pravina Avinash

Inspirational

3  

Pravina Avinash

Inspirational

સંધ્યાનો સંદેશ

સંધ્યાનો સંદેશ

1 min
27K


જીવન સંધ્યા ટાણે .દિલના આયનામાં જોઈ રહી,

આયનો સ્વચ્છ હતો દિલમાં ડાઘ નિહાળી રહી.

સંધ્યા પૂર બહારમાં આભે ચોમેર ખીલી હતી,

દિલના આયનામાં ઝીણી ઝીણી તિરાડ હતી.

જીવનમાં અજાણે આચરેલી ભુલો જોઈ રહી હતી,

નજીવા લાભ સારુ ઘણા દિલો દુભવ્યા હતાં.

ડૂબતી સંધ્યાના રંગ કંઈક કાનમાં કહી રહ્યા,

આશાનો સંદેશો દઈ મંદ મંદ મુસ્કુરાઈ રહ્યા.

જવાનો સમય પાકી ગયો પ્યાર પ્રસરાવી જા,

આજે જઈશ કાલે જઈશ ભૂલ તારી સુધારી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational