STORYMIRROR

Pravina Avinash

Inspirational Others

3  

Pravina Avinash

Inspirational Others

“નારી ” ૨૧મી સદીની

“નારી ” ૨૧મી સદીની

2 mins
13.7K


"નર" અને "નારી"

'હું' નરને 'તું 'નારી'

મારા વિના તું અધુરી

સંગે જિંદગી કિલ કિલ ભરી !

બન્ને પોત પોતાને સ્થાને યોગ્ય છે !

જીવનમાં એક બીજાના પૂરક છે !

બે ચોપડી ભણ્યા તેનું "ગુમાન" અસ્થાને છે !

જ્ઞાન 'પુસ્તકમાં' નહી સ્વના 'આચરણમાં' છે !

વર્તનમાં ભેદભાવ, શબ્દોમાં અસભ્યતા, અહંકાર, ઈર્ષ્યા આજે નહી કાલે ફળ આપશે !

મેરૂ ડગે પણ મન ન ડગે, જો 'સત્ય' સમક્ષ હોય !

‘નગ્ન' સત્ય સ્વિકારીને જ પ્રગતિના સોપાન સર કરવા આસાન થશે.

'જો બચપનમાં પામેલા વિચારો સાથે સંમત ન હોઈએ તો તેમાં સુધારા કરતા અચકાવું નહી !'

*

અબળા નારી, કહી મુજને વતાવશો મા

૨૧મી સદીની હું 'સ્ત્રી'

તમારા સંગે કરી પ્રીત!

મારાથી છે તમારી હસ્તી

મારા વિના તમે છો પસ્તી !

તમે શું મારું રક્ષણ કરવાના ?

'ટાયક્વાન ડો''માં તમને પછાડવાના

હું સીતા નથી જે અગ્નિ પરીક્ષા આપીશ

તમને શંકા હોય તો હું ચાલતી પકડીશ

દ્રૌપદીને દુઃશાસન ચોટલો ઝાલી લાવ્યો હતો

મારા અંગ યા વાળને હાથ અડાડી તો જુઓ

તમારી ખેર નથી !

તમારી જેમ માના ગર્ભમાં '૯' મહીના મેં પણ ગાળ્યા છે

એ પોષણ અને દૂધની લાજ રાખીશ

તમે મને શું રક્ષણ અને રહેઠાણ આપવાના ?

મારી આમદની પર, આપણે મોજ કરવાના.

સંગે કદમ મિલાવીશ, તમારી થઈને રહીશ

આવો તમને હું સ્વર્ગનું સુખ આપીશ

આજે રોકેટમાં ચાંદ પર પહોંચી

કાલે મંગળ પર પદાર્પણ કરીશ

કોલેજની ડીગ્રીઓનો અહં તમારો ઘવાશે

જ્યારે જોશો કાગળિયાનો મારો ખજાનો

જલ બીન મછલી .

પાની બિન ગગરી

તુમ બીન રહું અધુરી

એનો અર્થ એ "હું" છું તમારી

"હું" અને "તું" ચલાવીએ સંસારની ગાડી.

હું અબળા યા કાયર નથી

તમારી ધમકીઓથી ડરતી નથી

બહુ થયું, મને ખૂબ પંપાળી

આવો ધરું છાયા શીળી

પ્રેમે સંવારો, સુંદર પરિવાર સર્જીશ

સનમાનો, ધરતી પર સ્વર્ગ ઉતારીશ

જાહાન્નમ અને જન્નત અંહી છે, દેખાડીશ

અબળા, બિચારી શબ્દોની ધજીયા ઉડાડીશ

નથી કોઈ આગળ નથી કોઈ પાછળ

હાથમાં હાથ, માણીશું સવારી વાદળ


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational