STORYMIRROR

Mamtora Raxa Narottam

Inspirational Classics

3  

Mamtora Raxa Narottam

Inspirational Classics

અનોખો સેતુ

અનોખો સેતુ

1 min
27.4K


વણ દીઠેલા હૈયાંઓ મળે છે, લગ્નરૂપી સેતુ પર,

સંસાર તણા રથને, એક નવી કેડીએ હાંકવા,

મહેકી ઉઠે છે, નવજીવનની હર એક પળ,

ખીલી ઉઠે છે, પ્રેમ તણા પુષ્પો હર ક્ષણ... વણ દીઠેલા હૈયાઓ મળે છે

કદીક ખટરાગ થાય મીઠો આ બંધનમાં,

કદીક રીસાય, કોઈ એક હૈયું અકડમાં,

તેથી શું થયું! મુકિતની વાટે કંઈ જવાય?

એથી તો વધુ મજબૂત, મનથી થવાય... વણદીઠેલા હૈયાઓ મળે છે

સ્વના માની વહાલ કરો તો, જીવન મલકાય,

પરાયા માની અવગણો તો, જીવન મુરઝાય,

ધીરે – ધીરે સમજાય, એક બીજાનો સ્વભાવ,

સફળ બને અહીં એ, જેનામાં ત્યાગનો ભાવ... વણદીઠેલા હૈયાઓ મળે છે

ન કરવી કોશિષ, એકબીજાને સુધારવાની,

એકબીજાને ગમતા રહી, આનંદ વધારવાનો,

અનોખું બંધન આ જગનું, કોણ ક્યાનું ક્યાં!

આ બંધનમાં બંધાઈ એકબીજાના બને ત્યાં... વણદીઠેલા હૈયાઓ મળે છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational