STORYMIRROR

Mamtora Raxa Narottam

Inspirational

3  

Mamtora Raxa Narottam

Inspirational

પ્રેમનો દરિયો

પ્રેમનો દરિયો

1 min
25.7K


શીતલ ચાંદની શો નિર્મળ, નિશ્ચલ પ્રેમ તારો, મા,
પ્રેમની અમીધારા અવિરત વહેતી તારા હૃદયમાં,
વેઠી દુ:ખો ઘણા, વહાવતી પ્રેમ તણી ધારા તું,
તારા નિસ્વાર્થ પ્રેમનું એક–એક બૂંદ અમૂલ્ય મા,
તારો આ  અસીમ પ્રેમ જગતમાં અતુલ્ય મા,
પ્રેમની અનેક નદીઓ વહે, ચારેકોર જગમાં,
ભાઈ- બહેનના અટૂટ, બંધન સમો પ્રેમ,
સાચા મિત્રો તણો, નિસ્વાર્થ પ્રેમ જગમાં,
ગુરુ–શિષ્યના ત્યાગ તણો પ્રેમ દીઠો,
બાપ–દીકરીનો વહાલ વરસાવતો પ્રેમ,
પણ પ્રેમનો આખો દરિયો મળે તુજ ગોદમાં,
માનવ શોધે પ્રભુને ઠેર – ઠેર આ જગમાં,
મા રૂપી સાક્ષાત ઇશ્વરને ન ભાસે ઘરમાં,
ન જોઈ શકું, કદી એ અશ્રુભીની આંખો માની,
હે જનની, તારા પ્રેમનું ઋણ ક્યારે ઉતારી શકીશ?  

 

                              


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational