STORYMIRROR

Pushpa Maheta

Inspirational Classics Romance

3  

Pushpa Maheta

Inspirational Classics Romance

છલોછલ

છલોછલ

1 min
28.5K


કાજળ કાળી રાત છલોછલ,

વાલમિયાની વાત છલોછલ.

મનગમતું મોતી પરવાળુ,

સાગરની સોગાત છલોછલ.

પોપટ મોર ને આભલિયાની,

પાનેતરમાં ભાત છલોછલ.

ગુલમહોરના રંગે ઉપસી,

લાલચટક બિછાત છલોછલ.

મેહુલિયાની મહેર થઈને,

છલકે સરવાર સાત છલોછલ.

અધખુલ્લી બે પાંપણ વચ્ચે,

સપનાની મિરાત છલોછલ.

છેલ છબીલા નાવલિયાના,

તન મનની અમિરાત છલોછલ.

કિસન સંગે રાસ રમંતી,

રાધે કી ક્યાં બાત છલોછલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational