STORYMIRROR

Nilesh Satiya

Classics

3  

Nilesh Satiya

Classics

સાવ ઉઘાડું આભ

સાવ ઉઘાડું આભ

1 min
26.8K


સાવ ઉઘાડું આભને સામે ઝરણાં જેવી કેડી,

કોઈએ કોરા શ્વાસમાં જાણે મ્હેકની મીઠપ રેડી.

કોરીધાકોર વાત ને સખી વચ્ચે મલકે કોઈ,

હાય! સખી બે હોઠની કોરે ઝીણું ઝળકે જોઈ.

સાવ સૂનમૂન ગોકુળ વચ્ચે કોણે વાંસળી છેડી,

કોઈએ કોરા શ્વાસમાં જાણે મ્હેકની મીઠપ રેડી.

મૂંગા ઝાડથી મલકી જવાયું ટહુકે કૂંપળ ફુટી,

સાવ અચાનક પાનખરમાં વસંત કોણે લૂંટી.

સાવ અતડી આ જાતને લે ને લે'શું હળવેથી તેડી.

કોઈએ કોરા શ્વાસમાં જાણે મ્હેકની મીઠપ રેડી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics