STORYMIRROR

Nilesh Satiya

Inspirational Classics Romance

3  

Nilesh Satiya

Inspirational Classics Romance

સ્મિત સંગાથ

સ્મિત સંગાથ

1 min
27.9K


તું મળી નાખી હાથમાં હાથ, સ્મિત સંગાથ જાણે મોજું થઈ હૈંયામાં ઉછળી…

મંડપના તોરણે ને તારી મહેંદીના હાથમાં શું વાટ જ હશે બસ મારી,

કંકુના પગલાં પાડ્યા મારા આંગણે તે કેડી મારામાં કંડારી.

કંકુ થાપામાં તે મને જ અદ્દલ ચીતર્યો તું મારામાં જ એવી ઝળહળી તું મળી.

સખી ચાલને હિંચકે હિલ્લોળે હસીએ ને કિલ્લોલતું કરીએ આંગણું,

તું અને હું એટલે હું અને તું એમાં શું છે અજાણ્યું આપણું.

ઉંબરના ઓરડે પૂરી રંગોળી એમ મારી ઉંમરમાં તું ભળી તું મળી.

તારા હાથની સોડમ ટીફીનમાં છલકે જીવાતો જાવ છું હું,

તારી ભીની લાગણીમાં મલકું છું હું, ભીંજાતો જાવ છું હું,

ઓફિસથી આવતાં જતાં વાટ જોતી મારી દરેક ઈચ્છામાં તું ઢળી તું મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational