STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

હાલું હળવે હળવે...

હાલું હળવે હળવે...

1 min
28.5K


પાંચ વારનું પાનેતર ને કમખે ચીતર્યા મોર... 

કે હાલું હળવે હળવે...

મહિયરિયામાં મીઠો ટહુકો... મીઠો ટહુકો... મીઠો ટહુકો...

મીઠે ટહુકે હરતી - ફરતી,

ઘર આંગણમાં ફરી,

સૈયર હારે કૂવા કાંઠે 

બેડે પાણી ભરી,

સોળ વરસનાં વાણાં વાયાં ભીતરમાં કલશોર કે...

કે હાલું હળવે હળવે...

ઘમઘમ કરતી વેલું આવી... વેલું આવી... વેલું આવી...

વેલું હારે ભીની પાંપણ, 

પાધર જઈને દડી,

ઝમરખ દિવડે ઝાકળભીનું, 

ફુલ ગયું છે ઢળી,

કમખે ટાંગી ઘૂઘરિયુંમાં મીઠો - મીઠો શોર...

કે હાલું હળવે હળવે...

અજવાળે કાંઈ ઝાકળ હેલી... ઝાકળ હેલી... ઝાકળ હેલી...

ઝાકળના એ ટીપાંમાં, 

હું તારલિયાને દેખું,

એ નાનકડા બુંદ વચાળે,

હરિ જોઈને હરખું,

પાનેતરમાં રંગ રંગની ભાત્યું ચારે કોર...

કે હાલું હળવે હળવે...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational