STORYMIRROR

Jit Thadachkar

Inspirational Classics

3  

Jit Thadachkar

Inspirational Classics

સાથ તારો જોઇએ

સાથ તારો જોઇએ

1 min
25.9K


ક્યાં કહું છું કે મને સૂરજ હજારો જોઈએ !

તું ક્ષિતીજે હો ઊભી એવી સવારો જોઈએ.

હું તૃષાતુર તપ્ત સહરા છું યુગોથી, જોઈ લે;

પ્રેમ તારો બે ઘડી નહિ, એકધારો જોઈએ.

થાક મારો જિંદગીભરનો ઉતારું ક્યાં જઈ ?

ખોલ પાંપણ, આંખમાં તારી ઉતારો જોઈએ.

હું બધીયે ધારણાઓથી થયો છું મુક્ત, તો;

બસ, હવે તારા, ફકત તારા વિચારો જોઈએ.

એકલા હાથે અહીં ગુલશન કદી ખીલતા નથી;

આ જીવન મહેકાવવાને સાથ તારો જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational