માખણ
માખણ
'હું'ની મટકી શું ફૂટી...?
'હૈયું'
માખણ માખણ થઇ ગયું...!
કાના, તારું હુંપણુંને બાજુએ
મૂકીને
આવજે...
તારું સાદગીપણું ગયું મને ભાવી,
તારું એક સ્મિતથી ગઈ હું હારી,
તારો મનમોહક ચહેરો ગયો વિસારી.
તારા ફુલ ગુલાબી હોઠોના તિલ પર.
ગઈ હું વારી વારી...
આવ ઓરો ઓરો તારા પર થાવું હવે
ઓળઘોળ...
તારું હૈયું કરું હું હવે મારું મારું...
મારું હૈયું થઈ ગયું આજ માખણ
માખણ.
