STORYMIRROR

Meena Mangarolia

Classics

4  

Meena Mangarolia

Classics

શ્યામની રાધા

શ્યામની રાધા

1 min
237

હું સજી સોળ શણગાર તારે જોવું ના જોવું,

તો શ્યામ હું શાને કરું સોણલાં શણગાર.

તું મારામાં છતાય મને એકલું એકલું લાગે,

તો શ્યામ હું શાને કરું,સોણલાં શણગાર.

તું મારી ભીતર છતાંય મળવાનું ના થાય,

તો શ્યામ હું શાને કરું, સોણલાં શણગાર.

તું વરસે અનરાધાર છતાંય ગાગર મારી ના ભરાય,

તો શ્યામ હું શાને કરું સોણલાં શણગાર.


શ્વાસમાં તારો શ્વાસ તોય તું શ્યામ દૂરનો દૂર,

તો શ્યામ, હું શાને કરું સોણલાં શણગાર.

તુ છેડે વાંસળીનાં સૂર હું છેડું મારા દિલડાંના સૂર

તો શ્યામ, હું શાને કરું સોણલાં શણગાર.

હું ઝૂરુ જમનાને કાંઠે, તું ઝૂલે કદમની ડાળે,

તો શ્યામ, હું શાને કરું સોણલાં શણગાર.

તારે જોવું ના જોવું કાના,હું શાને કરું શણગાર,

તો શ્યામ, હું શાને કરું સોણલાં શણગાર.

હું તારી રાધારાની શ્યામ,બરસાનાની ગોવાલણ,

તો શ્યામ, હું શાને કરું સોણલાં શણગાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics