STORYMIRROR

Harshida Dipak

Inspirational Classics

3  

Harshida Dipak

Inspirational Classics

રામ - તમે આવોને

રામ - તમે આવોને

1 min
25.6K


શબરી કે રામ મારો ભવભવનો થાક જશે આખો,

મારી તો એક વાત રાખો,

રામ - તમે આવોને બોર મારાં ચાખો...

ઉગમણે બાર જ જોયું તો ઓતરા'દા વાયરે ફરફરતી આવી છે યાદ...

બજોઠે મેલેલી કાંસાની થાળીમાં શુકનમાં પીરસાણો લાપસીનો સ્વાદ...

તુજને દેખીને આજ મુજને ફૂટીછે ફરતે પતંગિયાની પાંખો...

રામ - તમે આવોને બોર મારાં ચાખો...

ઝાઝું શું કહેવું કે તુજને નિરખવાને આંગણિયે જઈને હું અટકું...

પળ એક મળવાને રામ તારા ચરણોમાં ઝાકળની બૂંદ જેમ અટકું...

ભવભવથી રામ નામ જપતીને રટતી, મુજને તવ ચરણોમાં રાખો...

રામ - તમે આવોને બોર મારાં ચાખો...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational