STORYMIRROR

Lata Bhatt

Tragedy Classics Inspirational

3  

Lata Bhatt

Tragedy Classics Inspirational

મારી પત્ની રુપાળી

મારી પત્ની રુપાળી

1 min
27.9K


ફરી દાળ બળી ગઈ, ફરી દાળ થઇ કાળી,

મુસીબતની જડ છે, મારી પત્ની રુપાળી.

પાપડ શેકવા ફાવે, બનાવી શકે છે મેગી.

એ જ એનો અન્નકોટ એ જ પીરસે થાળી.

પેટ પણ હવે મારું, જવાબ દઈ રહ્યું છે,

પીત્ઝા બર્ગર ખાઇને, હોજરી થઈ આળી.

પિયરે ન સિધાવીને, મને દુઃખ એમ આપે,

ધામા નાખે અહીં સહુ, સાસુ સસરા સાળી.

ફૂલ ધાર્યું'તું મેં એને, કે એ ખુશ્બૂ ફેલાવશે,

નીકળી એ તો અરે રે, કાંટાળી એક ડાળી.

લાલી લિપસ્ટિક એની, મારો પગાર ખાય છે,

કરવી પડે છે મારે, દિવસ રાતપાળી.

દિવસે લાગે અપ્સરા, સ્વર્ગથી ઉતરી આવી,

રાતે મેકઅપ કાઢે, હબકી જાઉં ભાળી.

અકાળે મળી ગઈ છે, મને તો આ વૃધ્ધાવસ્થા,

કેશ સાથે રંગુ કેમ, દાઢી મારી શ્વેતાળી.

પરણીને પસ્તાણો છું, કુંવારો જ સારો હતો,

ચોટલી ઝાલીને ઊભી, એક ચોટલાવાળી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy