STORYMIRROR

Lata Bhatt

Romance

3  

Lata Bhatt

Romance

રે સજનવા.....

રે સજનવા.....

1 min
26.1K


રે સજનવા,આ સખી પૂછે,સ્મિત દઇ હળવું,
સખા,આ સાંજ ઢળ્યે,કહે ક્યાં આપણે મળવું.

ભરવા મુજ શ્વાસ શ્વાસમાં ઉચ્છવાસની મહેંક,
જગાવવા મુજ દિલમાં, તારા પ્રેમની અહાલેક,

આ સૂરજનું થઇ જાય નહી એમ બસ ઢળવું,
સખા,આ સાજ ઢળ્યે, કહે ક્યાં આપણે મળવું.

લાવજે મુજ કાજ તું બંસીના સૂરની સૌગાદ ,
હું ય મળીશ સજન તને મુજમાંથી થઇ બાદ,

મારે સાંધ્ય રંગોમાં તારી સાથ જો ઓગળવું,
સખા,આ સાજ ઢળ્યે, કહે ક્યાં આપણે મળવું.

આવજે તું ગીતાના અઢારે અધ્યાય થઇને,
મળજે મને પણ ફક્ત પ્રેમનો પર્યાય થઇને,

તને મળી ફરી મારે હવે પાછા નથી વળવું,
સખા,આ સાજ ઢળ્યે, કહે ક્યાં આપણે મળવું.

મારી પાસ હશે આ આયખા આખાની થકાન,
દૂર થઇ જશે સજન જોઇ તારું એક મુ્સ્કાન,

શ્યામ આ જ્યોતને સૂરજ થઇને ઝળહળવું,
સખા,આ સાજ ઢળ્યે, કહે ક્યાં આપણે મળવું.

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance