વાત-વાતમાં
વાત-વાતમાં
વાત-વાતમાં આ કેવી વાત થઈ ગઈ,
મળ્યાં હતાં આપડે એને પણ કેટલી વાર થઈ ગઈ.
હજી તો સવાર થઈ જ હતી,
ને તારી મુલાકાત લીધી ત્યાં રાત થઈ ગઈ.
સાથે પીધેલી એ ચા થોડી મોળી હતી,
તારાં હોઠે અડતાં જ એ પણ ચાસણી થઈ ગઈ.
તું હંમેશાની જેમ મારા ગાલ પર રહેલી એ લટ ને પાછળ કરે,
એટલે એ લટ પણ તને જોઈને બહાર આવી ગઈ.
સૂર્ય આથમે કે પછી ના પણ આથમે,
તારાં આવ્યા બાદ મારી દરેક રાત પૂનમ થઈ ગઈ.
એમતો કંઈ અધૂરું ના હતું તારાં પહેલાં પણ,
તેમ છતાંય તું આવ્યો ને પછી જ તારી કમી હતી એ વર્તાય ગઈ.
તું આવ્યો ને હું પોતાની સાથે તને પામી ગઈ,
વાત-વાતમાં તારાં સાથે હું કેવી સંકળાય ગઈ.
કે આવી કેટલી વાતોથી હું પ્રેમ જાણી ગઈ.

