STORYMIRROR

Mansi Desai

Abstract Romance

3  

Mansi Desai

Abstract Romance

શરૂઆત

શરૂઆત

1 min
137

એક શરૂઆત આજે હું કરી દઉં,

કરી હતી તે જેમ વાત પહેલીવાર,

એવી જ રીતે હું પણ કરી લઉં,


એક શરૂઆત તું પણ કરી લે,

મેં જેમ તને આવકાર આપ્યો હતો,

એવી જ રીતે તું પણ આપી દે,


હા,

આ વખતે પ્રેમની શરૂઆત હું કરીશ,

ને તું એને પણ એને પ્રેમથી જ આવકારી લે,

કરી હતી મેં ભૂલ જે પહેલાં,

એમાંથી તું શીખી લે,

ને જીવનભર માટે મારો હાથ પકડી લે,


હું તને કયારેય છોડીને નહીં જઈશ,

જેમ તું ગયો હતો,

એમ હું કયારેય ગમ નહીં થઈશ,


હક્કથી તું બધી જ ફરિયાદ કરી દેજે,

એને ફરી-ફરી યાદ કરી,

હંમેશાની યાદ બનવા હું નહીં દઈશ,


બસ એકવાર શરૂઆત મને કરી લેવા દે,

મેં જે પ્રેમ તને કર્યો છે,

એવો જ પ્રેમ તું તારા તરફથી મારા માટે કરી લે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract