STORYMIRROR

Mansi Desai

Abstract

3  

Mansi Desai

Abstract

સથવારા

સથવારા

1 min
175

હું સાંજ પડે ને કૉન્ટૅક્ટ લીસ્ટ ખોળું છું,

હું મારાં જ જૂનાં સથવારા શોધું છું,


નથી ખોવાયેલ કે, નથી એ છૂપાયેલ,

છતાંય જુદી જુદી જગ્યાએ એને ફંફોળું છું,

હું મારાં જ જૂનાં સથવારા શોધું છું,


મધદરિયે આવી અટકયાં, એવાં આ સમયમાં,

વહાણરૂપી તેરૈયા હશે કદાચ તે દૂરથી નિહાળું છું,

હું મારાં એવાં જ જૂનાં સથવારા શોધું છું,


ડૂબી જાઉં ઊંડાણમાં તો અફસોસ ના થાય,

એવો સાહસ રાખવા માંગુ છું,

જાણું છું, અંતે મળશે મોતી એવી આશ રાખું છું,

કારણ કે એ, એ જ મોતી છે,

જેમાં હું મારાં જૂનાં સથવારા શોધું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract